Dhruv Bhatt Quotes

We've searched our database for all the quotes and captions related to Dhruv Bhatt. Here they are! All 9 of them:

એક સ્થળે એક ડોસો ખાટલામાં બેઠો બેઠો હુક્કો ગગડાવે છે. હું તેના ઝાંપે ઉભો રહ્યો "દાદા, આ શું વાવ્યું છે?’ મેં પૂછ્યું "તિકમ, પણ આંય માલીપા આવોને. અળગા રેઈને સું પૂછવું?" તેણે ઊભા થઈને બીજો ખાટલો લાવી ઢાળ્યો. "તિકમ?" મેં અંદર જતાં આશ્ચર્ય થી પૂછયું. "અનાજનું આવું નામ મેં ક્યાંય સાંભળ્યું નથી". તમારું નામ નઈ, આતા, આ સું વાવ્યું છ ઈ પૂછે છ." કહેતી એક કાળી, નમણી યૂવતી ઝૂંપડી પાછળથી આ તરફ આવતા બોલી "ભાભો ઓછું સાભળે છ." "ઓ... હો... હો.." કરતો ડોસો હસી પડ્યો "બંટી વાવી છ. બંટી કેવાય આને. ને ઓલા વાંહેલા પડામાં બાવટો નાખ્યો છ. અમારે આંય આવું જ ઊગે. બીજું ધાન નો ઊગે." આ વનસ્પતિને જોતાં જ સમજાઈ જાય છે કે જે કંઈ પણ હોય, તે કનિષ્ઠ પ્રકારનું છે. આવું અનાજ અને ભાંભરું પાણી, સખત મહેનત, ભીષણ દારિદ્રય સદાકાળ અભાવની વચ્ચે જીવતી આખી એક પ્રજા. ના, ના, પ્રજા માત્ર જીવતી નથી, જીવંત પ્રજા છે. જેને મળો તે કહે છે, "હાકલા છે બાપા." ક્યાંથી આવે છે આ ખુમારીભર્યો ઉત્તર? ક્યાંથી શીખવા મ[યું છે આવું દીનતારિહત જીવવાનું? મારા અત્યાર સુધીના આ વનવાસે મને સમજાવ્યું છે કે પ્રકૃિત જીવન ટકાવે તો છે જ. પણ તેના સતત સંસર્ગે રહેનારને તો તે જીવન જીવતા પણ શીખવાડે છે.
Dhruv Bhatt (Oceanside blues =: Samudrantike)
ભાભુ, તમે આંય ર્યો," તેની પુત્રવધુ સમી સ્ત્રીએ કહ્યું. "તમારા દીકરા દરિયેથી ડોલ લઈ આવે એટલે તમને નવડાવી દેઉ." ... તે વૃદ્ધાએ ડોકું ધુણાવ્યુ અને ધીમેથી પણ મક્કમમતાથી બોલી; "દરિયો ડોલમાં નો સામે બાઈ... ને ડોલમા તો ઘેર ક્યાં નો’તો લવાતો? તે તને ગાડું જોડાવ્યું! હાલ્ય કર્ય ટેકો. ધીરે ધીરે વયા જાહું" હું દિગ્મૂઢ થઈ ગયો. આ વૃદ્ધ સ્ત્રી ભલે ધાર્મિક તહેવારે અહીં આવી છે. પરંત તેને અહીંયા સુધી ખેંચી લાવનાર માત્ર ધર્મ નથી. તે તો આવી છે તહેવારને બહાને પોતાના દરિયાને મળવા. એ દરિયો જેણે તેના બાળપણને શંખલા-છીપલાંની ભેટ ધરીને શણગાર્યું છે. તેની યુવાનીને મૃદુ તરંગોથી ભીંજવી છે અને સમગ્ર જીવનના કડવા-મીઠા અનુભવોનો સાક્ષી રહ્યો છે ..એ દરિયો તે વળી એક ડોલમાં શી રીતે સમાઈ શકે, ભલા?
Dhruv Bhatt (Oceanside blues =: Samudrantike)
જોકે નામ લખાઈ ગયા છતાં, અને નિશાળે જવા છતાં હું ત્યાં જઈને ભણતો જ તેવું નહોતું. મને શિક્ષિત કરવાનું કામ માત્ર અને માત્ર દ્રશ્યોએ, અવાજોએ, સ્પર્શોએ, ઘટનાઓએ, મને મળેલા મનુજો, અન્ય સજીવ-નિર્જીવોએ અને સંજોગોએ જ કર્યું છે. ના કોઈ નિશાળે નહીં, કોઈ ગુરુ કહેવાતા શિક્ષકોએ નહીં.
Dhruv Bhatt (Aajukhele)
સંસ્કાર અને સંસ્કારિતાનો ખ્યાલ કંઇક જબરી ગરબડવાળી વસ્તુ છે અને દરેક જણ તેને પોતાની રીતે મૂલવે છે. એટલે એમાં પડવા જેવું નથી.
Dhruv Bhatt (Aajukhele)
નિશાળનું ભણતર તો શરૂ થાય ત્યારે, ત્યાં સુધી મારે મારી પંચેન્દ્રિયો મને જે સમજાવે તેને ઉકેલવાની મથામણ કરવાની હતી. તે હું કરતો. પોતાને ન સમજાતા શબ્દો વિશે બાળક પોતાની મેળે અર્થો કરીને ગાડું ગબડાવે તે ઉંમર ધીરે ધીરે દૂર સરતી જતી હતી
Dhruv Bhatt (Aajukhele)
માણસ સામે દીવાલો અને ફેકલ્ટી વગરનું બહુ મોટું વિશ્વ વિદ્યાલય છે. સવાલ માત્ર તેમાં પ્રવેશ લેવાનો છે.
Dhruv Bhatt (Aajukhele)
નફરત ભર્યા યુદ્ધો પછી ફરી બેઠા થવામાં પ્રજાઓને એ જ અજાણ્યો જાદુ, એ જ અગત્યની વાત અને એ જ મૂંગા સંદેશાઓ કામ આવ્યા છે. એમાં કઈ અને કેવી શક્તિ હશે તે કોઈ નથી જાણતું. પણ જગત આખું જોતું આવ્યું છે કે, ગમે તેટલી બાંધો દિવાલો તૂટીને જ રહે છે.
Dhruv Bhatt (Aajukhele)
મને સમજાઇ ગયું હતું કે ભવિષ્ય કદાચ પણ હું કશુંક તો કરીશ તેને પ્રમાણિત કરાવવા મારે નિષ્ણાતો પાસે નહીં જવું પડે. કારણ કે હું જે કંઈ કરીશ તે બીજી ક્ષણથી જ મારું નહીં રહે, લોકોનું થઈ જશે લોકો તેને પોતાની રીતે માણશે કે નહીં માણે. મારું નથી તેનું શું થશે તે ચિંતા હું શા કાજે કરું? લોકોનું છે લોકો કરશે.
Dhruv Bhatt (Aajukhele)
જે ગામે, જેવી હોય તેવી નિશાળે હું ગામના છોકરાઓ સાથે જતો કે ન જતો. નથી મને સમયસર નિશાળે બેસાડવાની માથાકૂટ કરાઈ, ન તો હું છું અને કેવું ભણું છું તે પૂછાયું. નથી કોઈએ મારું પ્રગતિપત્રક જોવા માંગ્યું. મારા કોઈ એક શિક્ષક નથી. પૃથ્વી, આકાશ, જળ-વાયુ, અંધકાર અને ઉજાસ બધાએ મને કંઈનું કંઈ જ્ઞાન આપ્યું છે. એમાંથી જેટલું સમજણમાં ફેરવાયું હશે તે મને કામ આવ્યું હશે.
Dhruv Bhatt (Aajukhele)